હૈયાં સોસરવું તો જે ઊતરી ગયું, સમજી લો, હૈયાંમાં સ્થાન એણે જમાવી દીધું
હૈયું તો જ્યાં, જેનાથી તો જ્યાં વીંધાઈ ગયું, સમજી લો, કામ પૂરું તો ત્યાં થઈ ગયું
હૈયાંએ તો જ્યાં જેને રે સ્વીકારી લીધું, ના કોઈ જલદી એને ત્યાંથી હટાવી શક્યું
હૈયાંમાં તો જે આવી વસી ગયું, હૈયું જીવનમાં તો એનું કહ્યું કરતું રહ્યું
હૈયાંમાં આવી જે ધમાલ કરી ગયું, હૈયું તો ના જલદી એને તો સ્વીકારી શક્યું
હૈયાંને મૂંઝવણમાં તો જે મૂકી ગયું, હૈયાંને મુસીબતમાં તો એ મૂકી ગયું
હૈયું તો જ્યાં જેને તો સોંપાઈ ગયું, હૈયાંએ પાછું વાળી કદી તો ના જોયું
હૈયું તો જેની પાછળ જ્યાં ઘેલું બન્યું, સહન કરવામાં ના એ પાછળ પડયું
હૈયું તો જેને કાજે તો ઊછળી રહ્યું, હૈયું તો ના એના વિના તો શાંત બન્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)