હૈયે ચડતા ને ચડતા રહ્યા છે ભાર તો એવા, ખાલી કરવાનું તો બાકી છે
ચડતા ને ચડતા રહ્યા છે ઉપકાર પ્રભુના તો એવા, ખાલી સ્વીકાર એનો બાકી છે
તૂટતી ને તૂટતી રહી છે આશાઓ જીવનમાં, ઊભું થવું એમાંથી ખાલી બાકી છે
ડૂબતા ને ડૂબતા રહ્યા છીએ પાપમાં જીવનમાં, નીકળવું બહાર એમાંથી બાકી છે
દુઃખદર્દ ભર્યું ને ભર્યું છે રે જીવનમાં, સરવાળા એના તો ખાલી બાકી છે
ખેલ ખેલ્યા ભાગ્યે તો એવા રે જીવનમાં, સમજવું એને તો ખાલી બાકી છે
નાચ્યા જીવનમાં ખૂબ મનડાના નાચમાં, કરવું સ્થિર હજી એને ખાલી બાકી છે
રોજ ને રોજ રહે છે જ્યાં મંઝિલ બદલાતી, મંઝિલ પહોંચવું હજી બાકી છે
વાતોમાં ને વાતોમાં રહ્યો છે સમય વેડફાતો, પ્રભુ વાતો કરવી તને બાકી છે
જીવનમાં તોફાનોનું પાણી રહ્યું છે ચડતું, નાકમાં ચડવું હજી તો બાકી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)