નથી કોઈ કોઈને તો કાંઈ દેવાનું, પડશે તારે ને તારે તારું લઈ જવાનું
થઈ જા હોશિયાર જીવનમાં તો તું, નક્કી કરી લે સાથે છે શું લઈ જવાનું
મારું મારું કરી કર્યું ભેગું, નથી સાથે બધું તો એ કાંઈ તો આવવાનું
કરીશ મોડું ને મોડું જો તું એમાં, જીવનમાં ના કાંઈ એ તો ચાલવાનું
આવશે જે સાથે, લઈ જવાશે જે સાથે, પડશે ભેગું એ તો કરવાનું
પડશે ઊંચકવો ભાર તારો તો તારે, નથી કોઈ કાંઈ એ તો ઊંચકવાનું
છે જંગ તારાં કર્મોનો તો તારો ને તારો, પડશે તારે એની સામે લડવાનું
બનવું હશે જીવનમાં તો જેવું, જોઈતું હશે જીવનમાં જેવું, પડશે એવું કરવાનું
ડરીને ચાલશે ના તો કાંઈ જીવનમાં, કર્મોથી જીવનમાં નથી કાંઈ ડરવાનું
ત્યજીને દુર્બળતા તો જીવનમાં, જીવનમાં સબળ તો પડશે બનવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)