ઊડવાનું તો છે જેણે તો આકાશે, દીધી છે પાંખ ઊડવાને એને તો કરતારે
સમજી સમજીને દીધું છે જગમાં તો, દીધું છે સમજીને સહુને તો કરતારે
ચાલવાનું છે તો જેણે ધરતી ઉપર, દીધા છે પગ એને તો કરતારે
કરવાનો જે ભાર સહન તો જેણે જીવનમાં, દીધું છે તનડું એવું, એને તો કરતારે
લેવાનું છે કામ જેણે જેવી બુદ્ધિનું જીવનમાં, દીધી છે એવી બુદ્ધિ એને તો કરતારે
કામ કરવાનું છે જીવનમાં જેણે પૈસાથી, દીધો છે પૈસો ગણતરીથી એને કરતારે
રહેવાનું છે જેણે તો જળમાં તો જગતમાં, દીધું છે અનુરૂપ તનડું એને તો કરતારે
સુખદુઃખની કરીને ગૂંથણી જગમાં, માનવના અહંને કાબૂમાં, રાખ્યો છે કરતારે
છટકવા નથી દીધો કોઈને તો જગમાં, રાખ્યો છે કાળદંડ હાથમાં તો કરતારે
મન તો છે બંધનને મોક્ષનું કારણ, દીધું એવું મન, માનવને તો કરતારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)