આવ્યા બનીને જ્યારે એ તો નવા, લાગ્યા હતાં ત્યારે તો મીઠા
નાખ્યા છે ધામા હવે તો ઊંડા, લેતા નથી નામ, હવે તો ઉખડવાના
આવી ગઈ છે નબળાઈ મારી એના હાથમાં, રમી રહ્યા છે રાસ એની સાથમાં
હતી ભૂલ એ તો મારી ને મારી, ઓળખી ના શક્યો એને એના લેબાસમાં
કરી કોશિશો ઘણી ઉખેડવા, નામ લેતા નથી તલભર એ હટવાના
લીધા રસ્તા જુદા જુદા, મળતી નથી કામિયાબી તો એ રસ્તાની
પડતા રહ્યા છે હાથ હેઠા એમાં, મળતા નથી રસ્તા હવે એના વિના
બની ગયા છે હવે એ અંગ તોય, લાગે હસ્તી અધૂરી તો એના વિના
સાથીદારો રહ્યા છે એના વધતા, જોર રહ્યા છે એનું તો એ વધારતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)