ઉમંગભરી સવાર તારી જ્યાં પડી છે, કર વિનંતી વિભુને સાંજ તારી પડે એવી
ખેલાશે ખેલ આ બે વચ્ચે, જોજે જાય ના તારી મીઠી નીંદર એ તો હરી
આવશે જાગશે સંજોગો તો એવા, જોજે થાય ના પકડ એમાં તો ઢીલી
છે જનમ જગમાં તારી સવાર, છે મરણ તારી સાંજ, વચ્ચે છે જીવનની રેલી
રાખજે સદા તારા જીવનની રે ધારા, રાખજે તું એને ઉમંગથી ભરેલી ને ભરેલી
છે એ ધારા એ તો હૈયામાંથી ઊઠતી, જોજે સંજોગ જીવનની દે ના એને તોડી
જોજે પ્રવાહ એનો ના અટકે, જોજે જાય ના ખોટી ધારાઓ એને તો તાણી
કરતો ને કરતો રહેજે મજબૂત તું એને, દઈ શકે બધી ધારાઓને તો એમાં સમાવી
આવે સંપર્કમાં, જીવનમાં તો તારા, દેજે ચેપ એનો, જીવનમાં એમને તો લગાડી
હશે હૈયામાં ઉમંગની ભરતી તો ભરી ભરી, રહેશે જીવનમાં દૃષ્ટિ તો ઉમંગભરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)