ઉપકારો ને ઉપકારો તો છે, જીવનમાં તારા ઉપર તો જેના
નામ એનું રે લેતા રે જીવનમાં, ત્રાસ એનો તને શાને લાગે છે
પ્રેમથી પોકારતાં નામ સદા એનું, આવ્યા વિના નથી એ તો રહેતા
કરતો ને કરતો રહ્યો ભૂલો જીવનમાં, માફ કર્યાં વિના નથી એ તો રહ્યા
દુઃખદર્દમાં તો જ્યાં ડૂબ્યાં, માંગતાં શરણું, દેતાં ના એ અચકાયા
કહ્યા વિના પણ, રહ્યા છે જગમાં બધાનું એ કરતા ને કરતા
છૂટા હાથે, જગમાં તો સહુને, પ્રેમનાં દાન રહ્યા છે એ દેતા ને દેતા
કહી નથી શકતો જ્યાં, તારી તું વેદના, સમજી લે છે તારા કહ્યા વિના
તારી નજરમાં નથી ભલે એ આવ્યા, એની નજરમાં તોય તને સમાવ્યા
કારણ શોધે છે શાને, નામ તું એનું લેતો, ઉપકાર નથી શું તારી ઉપર એના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)