કહેવું તો કહેવું રે કોને, કહેવું કેટલું, કહેવાની પણ તો હદ છે
સમજ્યું તો સમજ્યું કેટલું, સમજાવવું ને સમજાવવાની પણ હદ છે
તોય પડે છે કહેવું તો જગમાં, કહેવાની પણ ફરજ તો બને છે
નથી કોઈ સરહદ તો એની, લાંબી ને ટૂંકી, એ તો થાતી રહે છે
હદની પણ જ્યાં હદ નથી, હદ એ તો પ્રભુમાં તો રહે છે
હદ નથી ભાવને પ્રેમની, એવી અનહદ તો પ્રભુના ભાવ ને પ્રેમની છે
હરેક હદને પણ સરહદ છે, પ્રભુની હદને તો ના કોઈ સરહદ છે
સરહદ આવતાં હદ પૂરી થાય છે, હદ બીજી તો ત્યાં શરૂ થઈ જાય છે
હદ નથી તો જેને, અનહદ એને ને એને જ તો કહેવાય છે
હદ નથી, હદ વિસ્તરતી જેની જાય છે, બે હદ એ તો બની જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)