થોડા પણ મારમાં તારા રે માડી, અમે તો ઢીલા પડી જઈશું
લડાવતી ના પ્યાર અમને તો ઝાઝા, અમે એમાં તો બગડી જઈશું
ભટકવા ના દેતી અજ્ઞાનના અંધકારમાં, તેજ તારા ના ઝીલી શકીશું
કૂદી કૂદી અહંમાં, અમે કૂદીશું, કૂદીને એમાં ના ક્યાંય પહોંચી શકીશું
માયા ને માયામાં ડૂબ્યા જો રહીશું, ક્યાંથી તને અમે તો પામી શકીશું
મનને ખોટી વાતોમાં જો ગૂંથી રાખીશું, મનથી વંદન, ક્યાંથી તને કરીશું
ભૂલોની પરંપરામાં તો અટવાઈ, ભૂલો ને ભૂલો તો જીવનમાં કરતા રહીશું
યત્નો ને યત્નો જો કરતા રહીશું, વહેલા કે મોડા તો જરૂર પામશું
ખોટા ખયાલોમાં જીવનમાં જો ના રહીશું, જીવનમાં મૂંઝવણમાં ના પડીશું
દુઃખદર્દની વાસ્તવિકતા જો સ્વીકારીશું, અસર તો એની ઓછી કરીશું
છોડીશું જીવનમાં બધી જો ઝંઝટ, પ્રભુનો પૂર્ણપ્રેમ જીવનમાં પામીશું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)