થઈ ગયો જે આદતથી, જીવનમાં તો તું દુઃખી ને દુઃખી
શું ફરજ નથી તારી રે જીવનમાં, એને તો છોડવાની
કરી ભૂલો ને ભૂલો જીવનમાં, થાક્યો નથી એમાં શું તું ભટકી
શું ફરજ નથી તારી રે જીવનમાં, એને તો સુધારવાની
વણનોતરી લડત જીવનમાં તો, જ્યાં આવી છે તો ઊભી
શું ફરજ નથી તારી રે જીવનમાં, એની સામે તો લડવાની
શું જગકર્તાએ તો, છે જે તારામાં તો આશા જે રાખી
શું ફરજ નથી તારી રે જીવનમાં, આશા એની તો પૂરી કરવાની
ખોટાં ને ખોટાં કાર્યોમાં ને વાતોમાં, રહ્યો છે સમય તો તું ગુમાવી
શું ફરજ નથી તારી રે જીવનમાં, આ બધું તો અટકાવવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)