વાતો કરવા રે મારી, પ્રભુ સામે હું તો બેઠો, વાતો કરતો ગયો
વાતો કરવાને મારીને બદલે, વાતો અન્યની તો હું કરતો રહ્યો
રાખી મને મધ્યમાં, વાતો મારી આસપાસ હું ફેરવતો રહ્યો
બીજાઓએ શું શું કર્યું, શું શું મળ્યું, એમાં ને એમાં હું ગૂંથાઈ રહ્યો
ફરિયાદના સૂરો બની ગયા કદી બુલંદ, ફરિયાદ ને ફરિયાદ કરતો રહ્યો
મારી બિનઆવડત ને મારી ભૂલોની વાતોને તો હું ખાઈ ગયો
વાતોના ઢંગ હતાં એવા મારા, જાણે અન્યાયનું કેંદ્ર હું બની ગયો
દુઃખદર્દભર્યા સૂરોમાં, આંસુની ધારાને, એમાં હું તો ભેળવતો રહ્યો
કરી ખાલી હૈયું તો મારું, ભરવા પાછું એને ઉત્સુક બની ગયો
જીવન જીવતો ગયો, વાતોનું ભાથું, જીવનમાં તો હું ભરતો ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)