કોઈ કરે કે ના કરે, નુકસાન જીવનમાં તો તારું
છે ભલું તો તારું એમાં, તારું નુકસાન તો તું ના કરે
મળે સંજોગો જીવનમાં તો, સહુને જુદા ને જુદા
છે ભલું તારું તો એમાં, ઉપયોગ એનો સાચો તું કરે
જીવન માંગે છે સાચી, સમજદારી તો જીવનમાં
છે ભલું તારું તો એમાં, જીવનમાં સમજદારીથી તું વર્તે
કામવાસનાની તાણો, રહેશે તાણતી જીવનને જીવનમાં
છે ભલું તારું તો એમાં, જીવનમાં ના એમાં તો તું તણાયે
વિશ્વાસભંગના તો, છે ઘા કારમા તો જીવનમાં
છે તારું ભલું તો એમાં, વિશ્વાસઘાત કોઈના તું ના કરે
થાતાં સહન નથી અપમાન, તો તારા તો જીવનમાં
છે ભલું તારું તો એમાં, કરે ના તું અપમાન તો કોઈનાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)