જોયું જગમાં જઈ ફરી ફરી, જોઈ બધે મારામારી ને લડવાની તૈયારી
જોઈ હરેક હૈયામાં તો સળગતી કોઈ હોળી, જોઈ ના ધારા ક્યાંય શાંતિની
દેતા રહ્યા કારણ જગમાં સહુ તો એનાં, દેતા રહ્યા ગોતી ગોતી
નજરમાં સહુની ભરી હતી જ્વાળા, કોઈ કારણસર તો લડવાની
નાનાં મોટાં થાતાં રહે કારણ તો ઊભાં, થાતી રહી એમાંથી મારામારી
તૈયારીમાં ને તૈયારીમાં જગમાં, ઘટતી રહી તાકાત તો સહન કરવાની
ભલે દુઃખી ને દુઃખી થાતા રહ્યા સહુ એમાં, અટકી ના તોય મારામારી
મારામારી ને મારામારી તો જીવનમાં, હતી બધી તો સ્વાર્થ ભરેલી
કોઈ કંચનની તો કોઈ કામિનીની, હતી ક્યાંય તો મારામારી સત્તાની
શબ્દોનાં શસ્ત્રો રહ્યાં છૂટે હાથે વપરાતાં, હતી ના જરૂર કોઈ અન્ય શસ્ત્રની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)