દોષ ને દોષના ભોગ બન્યા વિના, જગમાં કોઈ રહેતું નથી
નિર્દોષ ને નિર્દોષ, જગમાં તો કોઈ હોતું નથી
દોષ હોય નાના કે મોટા, ભોગ બન્યા વિના કોઈ રહેતું નથી
સુખદુઃખના જન્મદાતા બન્યા વિના, જગમાં એ રહેતા નથી
સમજાય ના દોષ જ્યાં ખુદના, પ્રભુને દોષિત ઠરાવ્યા વિના રહેતું નથી
કરતા ના અટક્યા દોષ જીવનમાં, ફરિવાર કર્યાં વિના તોય રહ્યા નથી
નિર્દોષ હોવાં છતાં પ્રભુને, દોષિત ઠરાવ્યા વિના જગમાં રહેતા નથી
કર્મદોષ, ભાગ્યદોષ જીવનમાં, જગમાં તો જલદી દેખાતા નથી
દેખાય ના દોષ ખુદનો, દોષ પ્રભુનો ગણાવ્યા વિના રહેતા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)