પામવા રે, પામવા રે જીવનમાં રે, પરમ તેજનાં અજવાળાં
પૂરી પરમ આશાના રે તેલ, પ્રગટાવજે તું વિશ્વાસના દીપ હૈયામાં
પ્રગટશે જ્યાં હૈયે, થઈ જાશે દૂર અંધકાર, હૈયાના તોફાનના
મળશે જ્યાં હૈયે અજવાળાં એનાં, ભળશે તેજ એમાં પરમ શાંતિના
જાગશે ના, લાગશે ના તરસ તો ત્યારે, જીવન કોઈ જરૂરિયાતોના
જાશે પથરાઈ હૈયામાં તો એવા, આવશે ઓડકાર પરમ સંતોષના
ઓલવાય જે દીપ, પાથરી શકે એ ક્યાંથી, પરમ તેજનાં અજવાળાં
જલતો ને જલતો રહે જે દીપ, બુઝાય ના જે દીપ, દેશે પરમ તેજનાં એ અજવાળાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)