મારું સ્વર્ગ મને મળ્યું નથી, સ્વર્ગ બીજું મેં તો જોયું નથી
કરવું શું જીવનમાં તો મારે, મને એ તો સમજાતું નથી
ચૂક્યો કયું પગથિયું તો જીવનમાં, અધવચ્ચે રહ્યા વિના રહ્યો નથી
જોઈએ, જોઈએ સ્વર્ગ મને તો મારું, બીજા સ્વર્ગનું મારે કામ નથી
રાખ્યાં છે દ્વાર ખૂલ્લાં તો એનાં, પ્રભુનો પ્રવેશ એમાં રૂંધવો નથી
હશે મોકળાશ હરેક ગુણોને એનો, પ્રભુ આવ્યા વિના રહેવાના નથી
છે ઉતાવળ મને મારા સ્વર્ગની, રાહ પ્રભુને વધુ જોવડાવવી નથી
એના વિના સ્વર્ગ રહેશે સૂનું, પ્રભુના આગમન વિના ખપતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)