હાથના કર્યા હૈયે વાગે, પરિસ્થિતિ એમાં એવી તો સર્જાઈ જાય
કરવી ફરિયાદ જઈને એની રે કોને, ના કાંઈ એ તો કહેવાય, ના કાંઈ એ તો સહેવાય
અહં ને અભિમાનમાં જીવનમાં, સહુ કંઈને કંઈ તો ખોટું ને ખોટું કરતા જાય
પરિણામ એના આવે, જઈને કહેવું એ તો કોને, ના કોઈને એ કહેવાય, ના કાંઈ એ તો સહેવાય
ઘૂઘવાતા વેરનો અગ્નિ જ્યારે જીવનમાં જ્વાળા ઓકતોને ઓક્તો જાય
લોભ લાલચ જ્યાં મુજમાં મર્યાદા મુક્તા જાય, પરિણામ આકરા એના આવી જાય
ક્રોધ તો અગ્નિ જ્વાળા ફેંક્તો રહે સદાય, નજદીક ના કોઈથી તો જઈ શકાય
ઘોર અપમાનના ઘા લાગે, ના કાંઈ એ તો સહેવાય, ના ભુલાવી શકાય
અણસમજને બિનઆવડતમાં કાર્યો કર્યા જીવનમાં, પરિણામ ઊલટાં આવી જાય
મનમાં અસંતોષના તો તારા, હૈયાંમાં તો જ્યાં વધતાને વધતા જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)