જોયા જગમાં, જૂઠના ખેલો તો હજાર, જોઈ રહ્યું સચ્ચાઈ એને, બનીને લાચાર
જીત પર જીત, જૂઠ મેળવતું રહ્યું, સચ્ચાઈને તો મળતી રહી હાર
દેખાતી રહી સચ્ચાઈના મુખ પર તો ત્યારે, વેદનાઓ તો અપાર
કરી કરી ભલું રે જીવનમાં, સચ્ચાઈને તો મળતી ને મળતી રહી હાર
તાંતણા વિશ્વાસના ત્યારે હચમચી ગયા, સત્યની થાતી જોઈને હાર
કળિયુગના મુખ પર હાસ્ય હતું ફરકતું, સત્યની થાતી જોઈને હાર
જોઈને સત્યની તો લાચારી, તૂટતા ને ખૂટતા ગયા, એના ટેકેદાર
ખૂટતા ને ખૂટતા ગયા સત્યના સાથીદાર, વધતા ગયા જૂઠના ટેકેદાર
હાર ને જીતથી ભરેલું છે જગ, છે જગમાં કોઈની જીત તો કોઈની હાર
હરેક હારજીતમાં તો છે રહ્યા, છે જગમાં જૂઠ ને સચ્ચાઈનો આધાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)