ભૂલો મેં તો કરી, ભૂલો જગમાં સહુએ તો કરી
જીવનમાં તો ભૂલો ને ભૂલો તો, થાતી ને થાતી રહી
ભૂલો જીવનમાં તો ના અટકી, સમયનો પ્રવાહ ભૂલોને ભુલાવી ગઈ
કદી જીવનમાં તો નાસમજમાં થઈ, કદી વિવશ બનીને તો એ થઈ
કદી શક્યા એને તો સુધારી, કદી એ તો એવી ને એવી તો રહી
કદી દઈ ગઈ એ તો ઘસરકા, ભૂલો વિનાની વીતી ઓછી ઘડી
થાતી ને થાતી રહી ભૂલો, જીવનમાં તો ભૂલો ને ભૂલો ભારે પડી
સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)