તારે જે ભાવમાં રહેવું કે જવું છે, બીજા ભાવો તો તું ભૂલી જા
તારે જે વિચારોમાં રહેવું છે, તો બીજા વિચારોને તું છોડતો જા
તારે તો જો તને જાણવો છે તો, તો તને તો તું ભૂલી જા
તારે લેવો અનુભવ શરીરની બહારમાં, શરીરને તો ત્યારે તું ભૂલી જા
પહોંચવું છે પ્રભુ પાસે, ભળવું છે પ્રભુમાં, પ્રભુમય તો તું બનતો જા
સદ્ગુણોનું સેવન કરવું છે તારે, દુર્ગુણોને તો તું છોડતો જા
કરવાનું છે જીવનમાં પહેલું તારે જે, પ્રાધાન્ય એને તું દેતો જા
મેળવવા નીકળ્યો છે જીવનમાં, ભોગ દેવા જીવનમાં તૈયાર થઈ જા
સ્થાપવા છે સબંધ જીવનમાં જ્યાં, આગલું પાછલું તું ભૂલી જા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)