એક જ ધરતી ઉપર તો ઊગે, ઊગે અનેક ઝાડપાન
આનંદથી એ જગતાં રહે, છોડે ના એ તો એનું સ્થાન
કુદરતે સદા તો પહોંચાડયું, પહોંચાડયું સદા એને જળપાન
ઘા મારતો રહે માનવ તો એને, તોય દેતું રહે ફળફૂલનાં દાન
મળે જ્યાં એને એના પૂરતું, મસ્ત રહે સદા બની ગુલતાન
સંતોષી રહ્યા સદા એ તો ઝૂટવ્યું ના કોઈનું, રાખે કુદરત એનું ધ્યાન
પૂજન થાતાં રહ્યાં પ્રભુનાં, મળ્યું ફળ, ફૂલ ને પાનને એમાં સ્થાન
કરે ના ફરિયાદ એ તો, કરે ના ઝઘડા, નિજ મસ્તીમાં એનું ભાન
અકારણ દેતા રહે એ જગને, નથી કાંઈ એને એનું તો અભિમાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)