અન્યના દુઃખ દર્દની આગમાં, જીવનમાં જલાવવા નથી મારે જીવનના મારા બાંકડાં
અન્યની ચિંતાની આગમાં, જલાવવા નથી મારે મારી જીવનની હૂંફના તો તાપણાં
અન્યની કે આપણી વાડીના બોર કાજે, નથી તનમાં તો કાંટા દેવા મારે ભોંકાવા
સંબંધો જાળવવામાં, આવવા નથી દેવા વચ્ચે, લાલચોને લાલચોના તો ફાયદા
લીધા હોય શીતળ છાંયડાં, દેતું હોય શીતળ છાંયડો, કાપી નથી નાંખવા એવાં રે ઝાડવા
દુઃખ દર્દ ને ત્રાસ દઈ અન્યને, ઊભા નથી કરવા, જીવનમાં એવાં તો સંભારણા
લૂંટવા નથી લૂંટાયેલાઓને જીવનમાં, બનવું નથી તાબેદાર જીવનમાં એના તો હાથમાં
તોડી નિયમો પ્રભુના તો જીવનમાં, કરવી નથી ફરિયાદ પ્રભુને, પરિણામો એના તો સહેવાં
રહેવું છે ને રાખવી છે નજર એવી, ઝૂકી જાય ના એ નીચે, પ્રભુની નજર સામે નજર મેળવતા
આવશે પ્રભુ જીવનમાં તો જ્યારે, તૂટી નથી જવું જીવનમાં, રાહ એની તો જોતાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)