હતું ના તારી પાસે તો શરીર તારું, હતું તારી પાસે ત્યારે તો શું
આ વાસ મળ્યો તને તો આજે, પહેલાં વસતો હતો ક્યાં તો તું
મળ્યા જીવનમાં આજે, સ્થપાતા સબંધો, સબંધો પહેલાંના યાદ તને છે શું
ફરતો રહ્યો છે સૂર્યપ્રકાશમાં જગમાં તું, પહેલાં કયા પ્રકાશમાં ફરતો હતેં તું
આ જગની માહિતી નથી પૂરી પાસે તારી, છે પહેલાંની પાસે તારી તો શું
કદમ કદમ પર રહ્યાં છે ખૂલતાં સ્મૃતિ-વિસ્મૃતિનાં દ્વાર તારાં, મળ્યું એમાં તને શું
આ શરીર વિના તો તારે જગમાં, કેટલી ને કેટલી વાર ચલાવવું પડયું
શરીર વિના હતું પાસે જે તારા, એ જ તો હતું તારું ને તારું
કર્મો તો કરવાને ને ભોગવવા, તનડું તને તો મળતું રહ્યું
જીવન સંકળાયેલું છે તનડા ને તનડા વિના, એ જીવનનું તો શું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)