કર્યો છે નિર્ણય પાકો હવે રે જીવનમાં, પહોંચવું છે મંઝિલે મારે
અરે ઓ પુરુષાર્થ, હવે જીવનમાં મારે, તારી સખત જરૂર છે
હટશે ના મંઝિલ તો જીવનમાં, મંઝિલે પહોંચવું છે મારે ને મારે
અરે ઓ પુરુષાર્થ, જીવનમાં મારે, હર કદમ ઉપર, તારા બળની જરૂર છે
આશા, દગો ના દેતી તું અધવચ્ચે જીવનમાં, મંઝિલે પહોંચવું છે મારે
અરે ઓ પુરુષાર્થ, જીવનમાં સાથમાં તારી, રાખવી એને જરૂર છે
સમજદારી સાથ નિભાવજે સદા જીવનમાં મારી, મંઝિલે પહોંચવું છે મારે
અરે ઓ પુરુષાર્થ, જીવનમાં સાથમાં તારી રાખવી એને જરૂર છે
ધીરજ અધવચ્ચે તું સરી ના જાતી, મંઝિલે તો પહોંચવું છે મારે
અરે ઓ પુરુષાર્થ, જીવનમાં તારી સાથમાં રાખવી, એ તો જરૂરી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)