કોના રે ગુણ ગાવા, કોના રે ગુણ ગાવા, જગમાં રે ભાઈ
રહ્યો છે જ્યાં એ તુજમાં, રહ્યો છે એ મુજમાં, રહ્યો છે એ સહુમાં રે ભાઈ
હરેક કાર્યમાં કોઈ નિમિત્ત બનતા, નિમિત્તના ગુણ સદા તો ગવાય
સફળતા ને સફળતામાં રહ્યો છે મારો વ્હાલો, એકસરખો સદાય
સાધુ, સંત કે વેરાગી, પાપી કે પુણ્યશાળી છે, નિમિત્તના ભેદ છે ભાઈ
ગુણ ગાતા ના ઘટે એ તો ભાઈ, રહે વધતા ને વધતા એ સવાઈ
ગાતા ગુણલા થાશે વર્ધન એનું, રહેશે હૈયું એનાથી તો ઊભરાઈ
પ્રભુના ગુણલા ગાતા થાકશો ના ભાઈ, બધા ગુણલા રહે એમાં સમાઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)