તું ખુશ છે તો પ્રભુ, ખુશ રહીએ અમે, તારી નારાજીથી તો ગભરાઈએ અમે
તારી કૃપાનાં મોતી ઝીલતા રહીએ, તારા ખોફના કાંટાથી ગભરાઈએ અમે
સહન ના થાત, વાત તને કરીએ અમે, તારી ચુપકીદીથી તો ગભરાઈએ અમે
ડગમગતી નાવને, સ્થિર કરવા કોશિશ કરીએ અમે, શંકાના વાદળથી ગભરાઈએ અમે
તારા પરમ જ્ઞાનની ચાહના કરીએ અમે, અજ્ઞાનના અંધકારથી ગભરાઈએ અમે
તારાં દર્શનની ઇચ્છા તો રાખીએ અમે, તારી કસોટીથી ગભરાઈએ અમે
તારા પરમતેજની ચાહના કરીએ અમે, તારી માયાથી તો ગભરાઈએ અમે
તારા નામમાં પરમસુખ પામીએ અમે, તારા વિયોગથી તો ગભરાઈએ અમે
તને મળવાને તો આતુર છીએ અમે, તારાં વિઘ્નોથી તો ગભરાઈએ અમે
તારી સમજનાં દાન તો માગીએ અમે, અમારા વિકારોથી તો ગભરાઈએ અમે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)