શું કામ છે, શું કામ છે, જીવનમાં તો મારે, બીજું શું કામ છે
સંભાળે છે જીવનમાં જ્યાં બધું, તું મારું પ્રભુ, બીજું મારે શું કામ છે
ભાવભર્યું ને પ્રેમભર્યું દિલડું તો છે તારું, મારે ત્યાં બીજું શું કામ છે
સોંપ્યો છે ભાર જીવનનો જ્યાં તારાં ચરણે, ચિંતાનું મારે ત્યાં શું કામ છે
ચાલતા રહીએ જીવનમાં, જીવનની સાચી રાહે, ગભરાટનું ત્યાં શું કામ છે
ઝંઝટ ભૂલી જીવનની, પ્રભુનું નામ ચડે જ્યાં હૈયે, જીવનમાં બીજું શું કામ છે
જીવનજંગ તો જીતવાનો છે જીવનમાં, જીવનમાં બીજું તો શું કામ છે
પ્રભુમિલનની તૈયારીમાં જીવનમાં સદા રહેવું, જીવનમાં બીજું શું કામ છે
જીવનમાં પ્રભુની દયાથી આગળ વધતા રહીએ, દયાનું તો બીજું શું કામ છે
જીવનમાં દિવસનો થાક જો રાત ના ઉતારે, તો રાતનું તો બીજું શું કામ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)