સાવધ રહેજે રે તું, જગમાં સદા તૈયાર રહેજે રે તું
ચારે બાજુથી, જીવનમાં દુશ્મનોથી તો, ઘેરાયેલો છે રે તું
કરશે કોણ અને ક્યારે ઘા એ તો, ગફલતમાં ના રહેજે, એમાં રે તું
તારી ને તારી જોઈશે સદા રે તૈયારી, કરતો ના જીવનમાં ભૂલ એમાં રે તું
પાડીશ હાથ એના રે હેઠા, બેસશે ના ચૂપ એ તો, ભૂલતો ના આ તો તું
ગફલતમાં રહીશ જીવનમાં જો તું, બનીશ ભોગ એનો રે, તું ને તું
કરીશ સામનો તૈયારી વિના, થઈશ સફળ કેટલો, એમાં રે તું
જ્ઞાનને પ્રકાશવા દેજે જીવનમાં, જોઈ શકીશ સાચું ક્યાંથી એના વિના રે તું
મસ્તીભરી મોંઘી જિંદગીને રે, વેરણછેરણ જગમાં કરી નાખતો ના રે તું
છોડશે ના દુશ્મન તને રે તારા, ચૂકશે ના ઘા મારશે, સમજી લેજે આ તો તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)