જઈશ જીવનનો જંગ હું તો હારી, જ્યાં મારા પ્રભુને, મારા પ્રેમમાં શંકા જાગી
ભૂલોની પરંપરા જીવનમાં સરજી, દઈશ ના જીવનમાં જો એને સુધારી
પાપોના મારગ ઉપર રહીશ જો ચાલી, દઈશ ના જીવનમાં એને જો ત્યાગી
જીવનમાં જીતની આશાને ને, જીવનમાં પુરુષાર્થને દઈશ જ્યાં ત્યાગી
ખોટા વિચારો ને ખોટા યત્નોમાં, જીવનમાં તો જ્યાં રહીશ હું તો લાગી
જીવનમાં રે જ્યાં, હૈયામાં પ્રભુ કાજે, પ્રેમની ધારા તો ના જ્યાં જાગી
જીવનમાં, હૈયામાં રે, અહં ને અહંના ભાર, દઈશ જ્યાં હું તો ચડાવી
કુકર્મોની જીવનમાં રે, મળશે ના જો, ખુલ્લા દિલથી રે માફી
સમજદારીને, જવાબદારીને, જીવનમાં દઈશ જ્યાં હું તો ત્યાગી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)