મારી ને મારી બરબાદી રે જીવનમાં મેં ને મેં તો નોતરી
જલતો ને જલતો રહી જીવનમાં તો સદા, અસંતોષની આગમાં
સમજદારી ને સમજદારીનાં દ્વાર, જીવનમાં તો બંધ કરીને
આળસ ને આળસના ઢગ, જીવનમાં તો ઊભા તો કરીને
અહં ને અહંકારનાં દ્વાર તો, જીવનમાં ખુલ્લા રાખીને
બણગાં ખોટાં ફૂંકી બિન આવડતને જીવનમાં ઉત્તેજીને
રાહ જીવનમાં તો સાચી ભૂલીને, રાહ એ તો ચૂકીને
વિકારો ને વિકારોમાં રચ્યા-પચ્યા રહીને, બહાર ના નીકળીને
ખોટી ને ખોટી જીવનમાં તો, રાહો પકડી, ના એને છોડીને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)