નીકળ્યા જીવનમાં અમે રે પ્રભુ, બનવાને તો તમારા, બનવાને તો તમારા
મથ્યા મથ્યા જીવનમાં રે પ્રભુ, બનાવી ના શક્યા તમને તો અમારા
સુખના ઉછાળે તો ઊછળ્યા, જાળવી ના શક્યા સમતુલન અમે અમારા
ગયા ફેંકાઈ જીવનમાં તો એવા, નીકળ્યા પુકાર હૈયેથી ત્યારે તો તમારા
દુઃખ દર્દથી જીવનમાં તો જ્યારે પીડાયા, ગોત્યા અમે તમારા તો સહારા
પચાવી ના શક્યા પીણા જીવનમાં સફળતાના, નિષ્ફળતાના મળ્યા માર આકરા
જોવા નથી કે ગણવા નથી રે દહાડા, તમારી યાદ વિના વીતે અમારા
ગોત્યા કિનારા જીવનમાં અમે, લંગારી નાવ અમે, ગોત્યા ખોટા કિનારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)