ના જીવન પર કાટ તું ચડવા દેજે, સાફ ને સાફ એને તું કરતો રહેજે
છે ભાવની ધરતી તો ભીની ને ભીની, ના એમાં તું લપસતો રહેજે
બુદ્ધિને બુઠ્ઠી ના તું બનવા દેજે, ઘસી ઘસી તીક્ષ્ણ એને તું રાખજે
આળસને ના તું ઉત્તેજન દેજે, જીવનમાં એનાં જાળાં તું બાઝવા ના દેજે
જ્ઞાનને જીવનમાં ના સ્થગિત કરી દેજે, નિત્ય એમાં વધારો કરતો રહેજે
હિંમતની જીવનમાં સદા જરૂર રહેશે, એ મૂડીને ના તું ઘટવા દેજે
ધીરજની જીવનમાં સદા જરૂર રહેશે, અધવચ્ચે ના એને તું ખૂટવા દેજે
જીવનની તાણમાં ના તણાઈ જાજે, ચિંતાના ભારથી જીવનને ના દબાવી દેજે
હૈયેથી અંધકારને તું દૂર રાખજે, જીવનમાં પ્રકાશના બિંદુ તું ઝીલતો રહેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)