ઉપાધિ ને ઉપાધિ, ઊભી એમાં તો થઈ ગઈ
લાગવી જોઈએ જ્યાં, વૃત્તિ લાગી ના એ તો ત્યાં
છૂટવું જોઈએ જીવનમાં જે, છૂટયું ના તો એ ત્યાં
સમજવાનું હતું જીવનમાં જે, ના સમજયા જ્યાં એ ત્યાં
પ્રાથમિક ભૂલ્યા જ્યાં એકડા, સંખ્યા ના ઊભી થઈ ત્યાં
પ્રેમના સ્થાને વેરે આકર્ષ્યા, હૈયાને તો જ્યાં ત્યાં
ખોટાં રસ્તાને માનીને સાચા, ચાલ્યા જીવનમાં જ્યાં ત્યાં
લોભ-લાલચને અગ્રતા આવતી ગઈ, જીવનમાં જ્યાં ત્યાં
ખુલ્લા દિલથી અપનાવી ના શક્યા હારને, જીવનમાં જ્યાં ત્યાં
શંકાના સૂરોને બુલંદ બનાવતા રહ્યા, જીવનમાં જ્યાં ત્યાં
કર્મની ગૂંથણી ના સમજી, મૂંઝાયા જીવનમાં જ્યાં ત્યાં
પ્રભુની રમતને સમજી ના શક્યા, જીવનમાં જ્યાં ત્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)