કર્મની રે કૂંડી છે રે ઊંડી, ના થાશે જલદી એ તો ખાલી
ઉલેચતા ને ઉલેચતા જાશે રે એને, રહેશે પાછી એ ભરાતી ને ભરાતી
અન્યનાં કર્મો ના ભરાશે એમાં, તારાજ કર્મોની વધઘટ એમાં થાતી
ઉલેચી ઉલેચી નાખજે એને, પ્રભુની કૂંડીમાં, થાશે ત્યારે તો એ ખાલી
જાશે એ તો ભરાતી ને ભરાતી, જોશે ના એ તારા જાત તો કર્મની
ઉલેચતા ઉલેચતા એને રે જીવનમાં, જીવનમાં જઈશ એમાં તું થાકી
સમજી-વિચારીને કરજે રે કર્મો, કરવા ખાલી, લાગે ના તને એ ભારી
કર્મ વિના ના રહી શકશે, કર્મમાંથી શીખી લેજે જીવન જીવવાની બારી
રહીશ કર્મમય તો તું જગમાં, છે જગમાં લેણાદેણી કર્મની તારી
કર્મની કેડી છે બહુ અટપટી, દેશે મૂંઝવી એ તો ઘડી ઘડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)