રિસાઈએ રિસાઈએ અમે તારાથી રે પ્રભુ, તમે તો શાને રિસાણા
રિસાઈ ફરી તારી પાસે અમે આવવાના, છે શું તારા ભી આવા ઇશારા
મૂંઝાયેલા છીએ જગમાં અમે રે ઝાઝા, રિસાઈ વધુ ના અમને મૂંઝવતા
રમત આવી રમી તમે રે પ્રભુ, વધુ ના હવે તમે અમને મૂંઝવતા
કરતા નથી જ્યાં તમે, અમારું ધાર્યું, તમારાથી અમે રિસાઈ જાતા
છે ફરિયાદ અમારા કાજે તારી આવી, લીધી છે સુધારવા અમને રિસામણી
રહેતા ને રહેતા રહેશે શું પ્રભુ, જીવનમાં તારા ને મારા વ્યવહાર આવા
રિસાઈ રિસાઈ પણ રહેશે તું અમને જોતો રહે, નથી અમે તને જોઈ શકવાના
દેખાડીશ પણ રિસાયેલું મુખડું તારું, ધન્ય ધન્ય અમે થઈ જવાના
છે ચરણમાં તારા આ વિનંતી અમારી, રિસાઈને પણ સ્વીકારો પ્રભુ અમારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)