તું તો તું છે રે પ્રભુ, પણ હું તો હું નથી
મારો હું તો બદલાતો રહ્યો, પણ તું તો બદલાયો નથી
નાચી કૂદી ભલે ઘૂમીશ હું ઘણો, તારામાં સમાયા વિના રહેવાનો નથી
રહેવાનો નથી તું મારા વિના, તારા વિના તો હું રહેવાનો નથી
તું ક્યાં નથી એ કહેવાતું નથી, છે બધે તું જલદી એ અનુભવાતું નથી
નથી એક રસ્તા, પહોંચવા પાસે તારી, રસ્તો જલદી તોય લેવાતો નથી
જે કાંઈ કરે છે, કરે છે તું, જલદી જીવનમાં એ તો સમજાતું નથી
રહે પાસે ને પાસે, શોધીએ દૂર તને ને તને, જલદી તો તું મળતો નથી
ઘૂંટાતું રહે છે આ બધું રે હૈયામાં, સમજાયા છતાં એ સમજાતું નથી
ભૂલીએ ભાન બધું ભલે જીવનમાં, ભાન તારું જીવનમાં ભૂલવાનું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)