અજ્ઞાની એવા રે, અમે બાળ તો તારા છીએ (2)
કરીએ અમે, ભલે ગમે તે રે પ્રભુ, ના ગમે તો માફ અમને કરી દેજે
તાનમાં ને તાનમાં જગમાં અમે તો રહીએ, સાન ભાન એમાં અમે ભૂલી જઈએ
અણસમજમાં મનમાં ગૂંચવાડા ઊભા કરીએ, અમે એમાં ભૂલો કરતા રહીએ
માયામાં જગમાં અમે ઘૂમતા ને ઘૂમતા રહીએ, તારી પાસે ના અમે પહોંચી શકીએ
ના એકલા તારા વિના રહીએ, ના તારામાં તો ભેગા તો થઈ શકીએ
વૃત્તિઓમાં તણાઈ તણાઈ, ઉપાધિ ઊભી કરીને, ફરિયાદ અમે તને તો કરીએ
ખોદી ખોદી ખાઈ તો સુખની, દુઃખ એમાંથી પણ ઊભું તો કરીએ
જોઈએ જગમાં તું તો અમને, બીજું ને બીજું ભેગું જગમાં અમે કરતા રહીએ
પરમસુખ તારું તો અમે ચાહીએ, ક્ષણિક સુખમાં એ ખોતા ને ખોતા રહીએ
રાહ સુઝાડ હવે, અમને રે સાચી, વિનંતી હૈયેથી તને તો આ કરીએ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)