અરે ઓ તોફાન, મારા જીવનમાં ઊઠતા તોફાન, મારા જીવનનું તેં શું કર્યું
કરી વેરણછેરણ તો એને, કરી ટુકડા તો એના, જ્યાં ત્યાં ફેંકી એને દીધું
કરવા ફરી ઊભું તો એને, પડશે કરવા એકઠા ટુકડા, મુશ્કેલ એને બનાવી દીધું
રહી જાશે જો એક ભી ટુકડો, થાશે તો પૂરું, બની ના શકશે, હતું એ તો જેવું
કરું છું કોશિશ જોડવા એને, બનાવી નથી શકતો, એને પહેલાંના જેવું
હચમચી ગયું હતું ભાગ્યના મારથી, વેરણછેરણ શાને એને કરી દીધું
પગદંડો જમાવી દીધો એવો તેં જીવનમાં, અસ્તિત્વ તારા વિનાનું ભુલાવી દીધું
ગોતી ના શકું ટુકડા બધા જીવનમાં, સત્ય જીવનનું એમાં તો હણાઈ ગયું
હતું થોડું થોડું ત્યાં તો ચલાવી લીધું, હદબહારનું મચાવી, અસ્તવ્યસ્ત શાને કરી દીધું
થઈ એક વાર શરૂ લેવા ના દીધો રાહતનો દમ, શાને આવું તો તેં કર્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)