છે ભલે ગીત તો નવાં નવાં, ભાવો તો નવાં નવાં
પ્રભુ પ્રીતિ તારી તો છે પુરાણી (2)
ઢંગ તારા નવા નવા, નામ તારાં નવાં નવાં, કસોટીની રીત છે પુરાણી
નથી કાંઈ નવું, છે બધું જૂનું જૂનું, છે રીત તારી તો પુરાણી
નથી કાંઈ તું નવો, છે તું તો જૂનો, રહે છુપાતો, છે રીત તારી આ પુરાણી
ચલાવે ઝઘડા તું તો જગમાં, નથી તું ઝઘડાળો, છે ચાલ તારી તો આ પુરાણી
નથી રાખી જગમાં કોઈ તેં કમી, વરસે તારી આંખમાંથી અમી, છે વાત તો આ પુરાણી
આપે જૂના ને લેવાના નવા, છે રીત તારી નિરાળી, છે રીત તારી તો પુરાણી
રંગબેરંગી છે જગ તો તારું, લાગે સહુને પ્યારું, ભલે છે રચના તારી પુરાણી
સુખદુઃખમાં બાંધે સહુને જગમાં, રાખે ના બાકી કોઈને એમાં, છે રીત તારી પુરાણી
લાગે દૂર તોય છે પાસે, છે સંતોની અનુભવની વાણી, છે ચાલ તારી તો આ પુરાણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)