ગણાયો છે તું તો પ્રભુ તેજતણો અવતાર, કયા અંધકારમાં તેજ તારું છુપાઈ ગયું
છે વ્યાપ્યો બધે તું તો જગમાં, કયા કારણસર તારે તો છુપાવું પડયું
છે તું તો ભાવનો રે ભૂખ્યો, સહુના હૈયામાં ભાવનું વિતરણ તેં તો કર્યું
છે તું તો કાલાતીત રે પ્રભુ, સમયને રાત-દિવસમાં વ્હેંચી શાને નાખ્યું
છે તું તો જગનો તો આધાર, લઈ જગનો આધાર, શાને તારે વિહરવું પડયું
છે તું તો કુદરતની કરામતનો કરનાર, કેમ એમાં લાચાર તારે બનવું પડયું
છે તું તો ભક્તોનો રક્ષણહાર, શાને પાપીઓ પાસે લાચાર તારે બનવું પડયું
છે તું તો પ્રેમતણો અવતાર, શાને કાજે વેરનું નિર્માણ તો તેં કર્યું
છે તું તો ભૂખ-તરસનો ઘડનાર, શાને એમાં તારે તો પીડાવું પડયું
છે તું તો સુખદુઃખનો ઘડનાર, અનુભવ શાને તારે ભોગ એનો બનવું પડયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)