નથી રે નવાઈ, નથી રે નવાઈ, જગમાં નથી રે નવાઈ
જગના માનવીઓના શ્વાસોમાંથી, બોલતી રહે સ્વાર્થની શહનાઈ
કદી વાગે એ ઊંચા સૂરમાં, કદી તાન પલટામાં, જાય એ તો ખોવાઈ
ભલા ભોળા માનવી તો, રહે એમાં તો ભોળવાઈ
આદત એની, ગઈ છે એવી રે પડી, ગઈ છે એ તો વણાઈ
સ્વાર્થની પોતાની રે જાળમાં, ગયો છે માનવ એમાં તો પુરાઈ
ભૂલી જાશે, એમાં એ તો બધું, રાખે ખાલી એ તો પિંડ સાથે સગાઈ
બાકી નથી માનવી કોઈ તો એમાં, રહ્યો છે એમાં ને એમાં એ તો પીડાઈ
પ્રીત જાગે જ્યાં એક વાર તો એમાં, પ્રીત બીજી બધી જાય ત્યાં ભુલાઈ
ગયા છે માનવી, એવા એમાં ગૂંથાઈ, ગયા એમાં ભૂલી કરવી રે ભલાઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)