હતાં જ્યારે એ તો પાસે, કદર ના એની તો કરી જાણી
લઈ લીધી વિદાય તો જ્યાં એણે, ખોટ એની તો સાલી
હતાં જેવા, હતાં એ તો નજરની સામે, હાજરી ના એની સમજાણી
વિદાય લઈ લીધી જ્યાં એણે, ખોટ એની તો વરતાણી
કર્યું શું, કર્યું કેવું, કહાની એની એ તો, પછી યાદ આવી
પડી ના હતી નજર, જે ગુણો ઉપર એની, નજર એના ઉપર પડી
દૂભવ્યું હશે દિલ એણે મારું, કે મેં એનું બની ગઈ એ યાદની કડી
ઝંઝટ છોડીને એ તો ગયા, ગયા હવે એ તો ચિરનિદ્રામાં પોઢી
જીવનપ્રસંગોની તો ઝરમર, ચિત્રની જેમ આંખ સામે એ તો ઊપસી
હતાં ત્યારે યાદ ના આવી જેટલી, જતા યાદ એની આવતી રહી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)