ઉતારી લે તું, ઉતારી લે જીવનમાં રે, જીવનનાં રે તારાં જૂનાં કપડાં
ટીંગાડી દે હવે તો તું એને ખીંટી ઉપર, તારાં રે, તારાં એ જૂનાં કપડાં
આવશે ના કામમાં તારાં એ જૂનાં કપડાં, જાવું છે તારે તો જ્યાં
ખૂબ પહેર્યાં એને તો તેં જીવનમાં, લોભ લાલચ માયાનાં એ કપડાં
ઉતારી દે હવે એને, ટીંગાડી દે હવે એને, તારાં એ તો જૂનાં કપડાં
ઉતારીને ઉતારીને એ જૂનાં કપડાં, પહેરી ના લેતો તું એ તારાં કપડાં
કરજે વ્યવસ્થા તું તો પહેલાં, કરજે વ્યવસ્થા તું તારાં નવાં કપડાંની
સમજી કરીને કરજે, ગ્રહણ તું એને, કરજે ગ્રહણ તું તારાં નવાં કપડાં
અનુભવતો ના તાણ તું એમાં, ઉતારી ના નાખતો તારાં નવાં કપડાં
ઉપસાવવી હોય છાપ તારે રે જેવી, કરજે ગ્રહણ તું તો એવાં કપડાં
જીવનમાં મુક્તિ કાજે રે તારે પહેરવાં પડશે, તો તારે વિશુદ્ધ કપડાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)