ભૂલી ના જાતો રે તું, જીવનમાં રે, તું કોણ છે રે, તું કોણ છે
નથી કાંઈ શ્વાસ લેતું રે તું પૂતળું, ભલે તું શ્વાસ લેતો રહ્યો છે
રહી જગમાં જોઈ રહ્યો છે તું જગને, નથી કાંઈ તું જોતું પૂતળું, ભલે તું જોઈ રહ્યો છે
સાંભળતો રહ્યો છે શબ્દ તું, નથી કાંઈ સાંભળતું પૂતળું, ભલે તું સાંભળી રહ્યો છે
બોલતો રહ્યો છે તું તો જગમાં, નથી કાંઈ તું બોલતું પૂતળું, ભલે તું બોલી રહ્યો છે
કરતો ને કરતો રહ્યો છે બધું તું જગમાં, નથી કાંઈ તું કરતું પૂતળું, ભલે તું કરતો રહ્યો છે
વિચારી રહ્યો છે તું જગમાં, નથી કાંઈ તું વિચારતું પૂતળું, ભલે તું વિચારી રહ્યો છે
ચાલી રહ્યો છે તું જગમાં, નથી કાંઈ તું ચાલતું પૂતળું, ભલે તું ચાલી રહ્યો છે
રહ્યું જીવન તો આ પૂતળું, નથી કાંઈ તું જીવતું પૂતળું, ભલે તું એમાં જીવી રહ્યો છે
નથી કાંઈ એ વાસ તો નથી, નથી કાયમનો વાસ એમાં, ભલે એમાં તું વસી રહ્યો છે
રહ્યું છે ચેતનવંતું ને ચેતનવંતું તો જગમાં, જ્યાં ચેતન તારું એમાં પ્રસરી રહ્યું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)