થાશે કે ના થાશે, હશે કે ના હશે તૈયાર તું, પડશે જાવું તારે જગ છોડીને
મારતો ના ખોટાં તું ફાંફાં, વળશે ના કાંઈ તારું એમાં, પડશે જાવું તારે જગ છોડીને
આનંદભર્યું રાખજે જીવન તો તું, રહીશ આનંદમાં જીવનમાં, છોડી શકીશ આનંદથી જગને
ચિંતામાં ડૂબ્યો રહીશ, ઘેરાયેલો રહેશે ચિંતામાં, ચિંતા લાગશે જગ છોડવાને
આવશે શું સાથે, કેટલું તો સાથે તારી, જાશે જ્યારે તું તો આ જગ છોડીને
બદલી ના શકીશ તું આ વાસ્તવિકતા, તૈયાર રહેજે તૈયારી રાખજે તું જગ છોડવાને
વહેલું કે મોડું પડશે જગ તો છોડવું, રહેજે તૈયાર ને તૈયાર તો તું જગ છોડવાને
ચાલશે ના કાંઈ એમાં તારું, પડશે જગ તો છોડવું, રહેજે તૈયાર તો તું જગ છોડવાને
તારી ને તારી રહી જાશે યાદ તો તારી, છોડી જગ ભલે, રહી જાશે એ જગમાં ને જગમાં
આવ્યા જે જે જગમાં, કાયમ નથી રહેવાના જગમાં, તૈયાર રહેજે રે તું જગ છોડવાને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)