તારા હેતમાં ને હેતમાં ભીંજાવા દે મને રે માવડી, તારા હેતમાં ને હેતમાં
આ સંસારમાં તારું હેત તો છે, મીઠી વીરડી રે મારી માવડી
તારા હેતના દૂધની ધારા વહેવડાવીને રે, બની જા ગાવડી મારી રે માવડી
સંસાર તાપ તપે છે ભયંકર મારી માવડી રે, ધરજે તારા હેતની છાંયડી રે
આ સંસાર પ્રવાસમાં, હેત તારું તો છે, તારી પાસે પહોંચવાની પાવડી માવડી રે
આ સંસાર સાગર પાર ઉતારવાને રે, છે હેત તારું, નાવડી રે મારી માવડી રે
વરસાવતી ને વરસાવતી રાખજે, તારી હેતભરી આંખડી રે, મારી માવડી રે
વહેવા ને વહેવા દેજે સદા રે એને, કરજે ના એને તું સાંકડી રે મારી માવડી
રોકાવા ના દેજે મને, અંતરતાપથી, રોકે છે ખૂબ મને એ તાવડી રે માવડી
ચાલે છે સંસાર મારો તારા આધારે, નથી પાસે મારી કોઈ દામડી રે માવડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)