હૈયું તો જ્યાં છે ભાવ તો એમાં, જાગશે ને જાગશે
કાબૂમાં ના જો તું એને રાખશે, ફરિયાદ ઊભી એમાં તો, થાશે ને થાશે
તોફાનો જીવનમાં તો જાગશે ને જાગશે, સ્થિરતા એમાં ના જો તું રાખશે
ખોટાં તર્કોને જીવનમાં જ્યાં તું સ્થાન આપશે, ઠેસ હૈયાને જરૂર એ પહોંચાડશે
નજર ને હૈયામાં જો કોઈ સમાઈ જાશે, એના કાજે કરવા બધું તૈયાર એ થાશે
જીવન તો જ્યાં છે કરવું તો કાંઈ ને કાંઈ, પડશે સાચું કે ખોટું એમાં થાશે ને થાશે
વિચારની ધારા જ્યાં બંધિયાર બની જાશે, કુંઠિત એ તો થાશે ને થાશે
ભાવોને જીવનમાં જો વાચા ના મળશે, ઉત્પાત ઊભો એ તો કરી જાશે
ભાવો ને ભાવોમાં ભેદભાવ જાગશે, જીવનની મજા એમાં તો હણાઈ જાશે
ખોટાં ભાવોમાં જીવનમાં જ્યાં તણાઈ જાશે, જીવન બરબાદ એમાં થઈ જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)