સમજદાર છે રે તું, સમજી જા જીવનમાં તું, નાસમજ કાંઈ જીવનનો સાર નથી
મારું મારું કરી, જીવનભર કર્યું ભેગું, જીવનમાં કાંઈ એ હાથમાં રહેવાનું નથી
લોભ લાલચ ક્રોધને જીવનભર પોષી, અન્યને તારા તું બનાવી શકવાનો નથી
કર્તવ્યની જ્યોત જલશે તો હૈયે, જલ્યા વિના તો એ રહેવાની નથી
રાખીશ હૈયાને મારા ને મારાથી તો ભરી, અન્યને હૈયામાં સમાવી શકવાનો નથી
મારું મારું હણશે સમજદારી તો તારી, સમજદારી હણ્યા વિના એ રહેવાની નથી
દુઃખમાં ડૂબી રહી, સુખનાં દ્વાર બંધ કરી, કોઈ એમાં તો સમજદારી નથી
છે જે દૂર ને દૂર, પહોંચવું ના એની પાસે, એમાં તો કાંઈ સમજદારી નથી
સમજાયું કરે છે હેરાન જે જીવનમાં, ના છોડવું તો એને, એમાં સમજદારી નથી
સમજાય ના જે, સમજવું ના એ અન્ય પાસે, એમાં તો કાંઈ સમજદારી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)