કરવાનું છે, કરવાનું છે જીવનમાં જે, આજે કે કાલે, એ કરવું તો પડશે
છોડવાની છે, છોડવાની જગની રે જંજાળ, આજે કે કાલે, એ છોડવી તો પડશે
સમયના રે રંગ પૂરી રહ્યા છે સાથિયા, રંગ એમાંથી તો પૂરવા પડશે
પૂર્યા હશે રંગ જેવા એમાંથી, જીવનના સાથિયા, એમાંથી તો દીપશે
જીવન તો વીતતું ને વીતતું જાશે, ના કાંઈ એ તો હાથમાં રહેશે
રાખીશ અધૂરું કે રહેશે અધૂરું જીવનમાં, એ તો અધૂરું ને અધૂરું રહી જાશે
પાડી હશે રૂપરેખા જેવી તારા જીવનની, પૂરવા રંગ એમાં સહેલું બનશે
તારે ને તારે કરવાનું છે જે એ તો જીવનમાં, તારે ને તારે પૂરું કરવું પડશે
છે જીવનની રેખા તો એવી પાતળી, જાશે એ જ્યાં વટી, પ્રભુમાં પ્રવેશી જાશે
છે જીવન આવું તો હાથમાં તો તારા, સંભાળીને જતન એનું તો તું કરજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)