મળ્યું નથી, જે મળ્યું નથી, ઊપજાવી ગયું દુઃખ એનું, જીવનમાં એ તો હૈયે
સમજાતું નથી જીવનમાં મને, મળ્યાં નથી દર્શન પ્રભુનાં, કેમ ના લાગ્યું દુઃખ એનું મને
મળે જીવનમાં, સરકી જાય હાથમાંથી એ, કરી જાય છે દુઃખી જીવનમાં એ તો મને
મળ્યું છે મહામૂલું માનવજીવન મને, સરકી રહ્યું છે વૃક્ષ, લાગતું નથી કેમ દુઃખ એનું મને
જીવનમાં સમજવા છતાં સમજાય ના, જાગી જાય છે દુઃખ એનું તો હૈયે
સમજાયો સાર જીવનનો, છતાં પણ ના સમજ્યો એને, ઊપજતું નથી દુઃખ કેમ એનું હૈયે
તલસીએ જીવનમાં જેને, ના એને જોઈએ કે મળીએ, જાગે છે દુઃખ ત્યારે એનું હૈયે
તલસીએ પ્રભુને મળવું છે એમ, મળ્યા નથી અમે, ઊપજતું નથી દુઃખ કેમ એનું હૈયે
દિલથી કોશિશો કરીએ, ના એને પામીએ, ઊપજાવે છે દુઃખ એવું એ તો હૈયે
ચાહીએ દર્શન પ્રભુનાં હૈયે, જીવનમાં ના એ મેળવીએ, કેમ જાગતું નથી દુઃખ એનું હૈયે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)